November 2022 Banks holidays list : ઓક્ટોબર બેન્કોમાં 21 દિવસ બંધ રહ્યા બાદ હવે નવેમ્બર મહિનામાં પણ બેન્કોમાં ઘણા દિવસો રજા રહેશે.
ઓક્ટોબર બાદ હવે નવેમ્બર મહિનામાં પણ બેન્કોમાં ઘણા દિવસો રજા રહેશે. નવેમ્બર મહિનામાં બેન્કોમાં 10 દિવસ રજાઓ રહેશે જેમાં શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત ચાર અન્ય ચાર દિવસની રજાઓનો સમાવેશ થાય છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ તમામ રજાઓ ‘નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ’ હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચે છે.
8 નવેમ્બર 2022 : 8 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ, કાર્તિકા પૂર્ણિમાનો તહેવાર હોવાથી આ દિવસે બેન્કો બંધ રહેશે. જેમાં આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર, દેહરાદૂન અને હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે. અન્ય સર્કલમાં બેંકો ખુલ્લી રહેશે.
11 નવેમ્બર 2022 : 11 નવેમ્બરના રોજ કનકદાસ જયંતિ અને વાંગલા મહોત્સવ છે. આ નિમિત્તે બેંગલુરુ અને શિલોંગમાં બેંકો બંધ રહેશે. દેશના અન્ય ભાગોમાં બેંક રજા રહેશે નહીં.
13 નવેમ્બર 2022 : 13 નવેમ્બરના રોજ સેંગ કુત્સાનેમ નિમિત્તે શિલોંગ સિવાય તમામ સર્કલમાં બેંકો ખુલ્લી રહેશે.
રિઝર્વ બેન્કના હોલિડ કેલેન્ડર અનુસાર, નવેમ્બર 2022ના મહિનામાં 6 નવેમ્બર, 12 નવેમ્બર, 13 નવેમ્બર, 20 નવેમ્બર, 26 નવેમ્બર અને 27 નવેમ્બરે રવિવાર અને નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવારે બેંક રજા રહેશે.
ઉલ્લેખનિય છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) બેન્કોની રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. શનિવાર, રવિવાર સિવાયની તમામ રજાઓ અલગ-અલગ રાજ્યો ભિન્ન રહેશે.