સીદી સૈયદની જાળી વિષે જાણકારી 

Published on 07/11/2022 By ipmindia

સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે.

બાંધકામ

 એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે. સીદી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. 

બાંધકામ

આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી.[૧][૨] તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું

ઇતિહાસ

સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં.

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો